લિપિ

Author: ભારતી શેલત

Subject: લિપિવિષયક આ પુસ્તિકામાં જગતની અને ભારતની લિપિના વિકાસનાં સોપાનો, લિપિઓનું વર્ગીકરણ, વિવિધ લિપિઓના વર્ણો વચ્ચે સામ્ય, જગતની અગ્રગણ્ય લિપિઓ, ભારતની હડપ્પીય બ્રાહ્મી, ખરોષ્ઠી વગેરે લિપિઓની ઉત્પત્તિ અને વિકાસ, બ્રાહ્મી લિપિમાંથી વ્યુત્પન્ન ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય લિપિઓના અક્ષરોના મરોડ, તે તે લિપિઓમાં કોતરેલા પ્રાચીન અભિલેખો વગેરે અનેક મુદ્દાઓની રસપ્રદ માહિતી શાસ્ત્રીય રીતે લિપિઓનાં સચિત્ર આલેખનો સાથે આપવાનો પ્રયાસ કર્યો છે.

Publisher: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ (2005-01-01)

urn:uuid:6216a356-90

લિપિ ebook cover
માનવસંસ્કૃતિના અન્વેષણ અને નિરૂપણમાં લેખનકલા મહત્ત્વનું અંગ ગણાય છે. માનવીએ લેખનકલાની શોધ કરી ત્યારથી એને મહત્ત્વનું વ્યવહારનું સાધન ઉપલબ્ધ થયું તે ભાષાની વર્ણમાળા. આ વર્ણમાલા લખવાની રીત તે લિપિ. વિશ્વ અને ભારતના સંદર્ભમાં લિપિના વિકાસનાં સોપાનો, લિપિઓનું વર્ગીકરણ, વિવિધ લિપિઓની વર્ણમાળાઓ વચ્ચે આંતરિક સામ્ય, વિભિન્ન સંસ્કૃતિઓ અને ભાષાઓની લિપિઓની ઉત્પત્તિ, તે તે લિપિઓના પ્રાચીન લેખો વગેરે બાબતોની વૈજ્ઞાનિક પણ રસપ્રદ સચિત્ર માહિતી આ પુસ્તિકામાં આપવામાં આવી છે.